Tuesday 16 February 2010

ગતિ એટલે જીવન

આપણે ફરતું કુંડાળું દોરીને વચ્ચે બેઠા છીએ.તેમાં આપણું સમગ્ર અસ્તિત્વ સમાઈ જાય છે. બસ, આ જ મારી દુનિયા છે. મારે આમાં જ રહેવાનું છે. મારે જે કરવાનું હતું તે કરી ચુક્યો છું. આનાથી વિશેષ મારે કઈ જ કરવાનું નથી.સલામતીના ઓછાયા તળે બેઠા બેઠા આવો વાંઝિયો આત્મસંતોષ લીધા કરીએ છીએ.
હા, ક્યારેક આ કુંડાળાની બહાર નીકળવાનો વિચાર આવે છે .પણ... અમલ....ના,બાપા...આપણું એ કામ નહિ !
-મુશ્કેલીનો સામનો કાર્ય વગર આગળ વધી શકાતુ નથી. મુશ્કેલીઓના અંતે પ્રાપ્ત થાય તે ભળે કંચન ન હોય પણ જીવનજીવવાનો નક્કર અનુભવ તો હોય જ.
પ્રો.યશપાલે કહ્યું છે : ગતિનો અર્થ છે- એક સમય અને સ્થાનેથી બીજા સમય અને સ્થાને પ્રવેશ કરવો.અર્થાત પરિવર્તન જ ગતિ છે. ગતિ એટલે જ જીવન....

--- "વર્ગ એજ સ્વર્ગ "
- રાઘવજી માધડ